અમરેલી જિલ્લામાં ઝેરી દવા પીવાના કારણે મોત થવાની ઘટના સતત વધી રહી છે. જાબાળ ગામે વાડીએ રહેતા મૂળ મધ્યપ્રદેશના ધાર જીલ્લાના મનાવા તાલુકાના ટોકી ગામના શર્માજી માસિંહ માંડલોઇએ જાહેર કર્યા મુજબ, તેના પત્નીને વતનમાં જવું હતું. જેથી તેમણે ખેતીકામ પૂર્ણ થયા બાદ પછી જઈશું તેમ કહેતા લાગી આવ્યું હતું અને પોતાની મેળે જંતુનાશક દવા પી લીધી હતી. જેને લઈ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત થયું હતું. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર એન.જેડ.ભોયા વધુ તપાસ કરી રહ્યા છે. જામ બરવાળા ગામે વાડીએ રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના કાકડબારી નાથ ફળીયુંના રહેવાસી અનેસિંગભાઈ રસુલભાઈ મોહનીયા (ઉ.વ.૪૩)એ જાહેર કર્યા મુજબ તેમના દિકરાને બે દિવસ પહેલા રાત્રે વાળુપાણી કર્યા બાદ ભાગવી રાખેલી વાડીએ પાણી વાળવા જવાનું કહેતા લાગી આવ્યું હતું અને પોતાની મેળે ઝેરી દવા પી લેતાં મોત થયું હતું. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એચ.બી.કાતરિયા વધુ તપાસ કરી રહ્યા છે.