જાફરાબાદ તાલુકામાં જાણે કે બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. સામાકાંઠામાંથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો હતો. જાફરાબાદ સીએચસીના ડેન્ટલ મેડિકલ ઓફિસર ડા.કુપેશ હસમુખલાલ પટેલ (ઉ.વ.૩૩)એ લાઇટ હાઉસ રોડ પર રહેતા દાઉદભાઈ ઇસાભાઈ કરૂડ (ઉ.વ.૫૪) સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી પાસે કોઈપણ સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી ન હોવા છતાં દર્દી પાસેથી પૈસા વસૂલ કરી તેમના જીવન સાથે ચેડાં કરતો હતો. તેની પાસેથી દવાઓ તથા મેડિકલને લગતી સાધન સામગ્રી મળી કુલ ૩૨૭૬.૪૮ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.આર. ઝાલા વધુ તપાસ કરી રહ્યા છે.