અમરેલી જિલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય તેમ છેલ્લાં થોડા સમયથી ક્યાંકને ક્યાંક ઝોલાછાપ ડોક્ટર ઝડપાઈ રહ્યા છે. જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાંથી આવો જ એક બોગસ તબીબ ઝડપાયો હતો. જાફરાબાદ તાલુકા હેલ્થ ઓફિસર મયુરભાઈ ભાણજીભાઈ ટાંક (ઉ.વ.૩૪)એ મુખત્યારસુહૈન ગુલામહુસૈન શેખ (ઉ.વ.૬૪) સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ પોતાની પાસે એલોપેથીક સારવાર કરવા માટેની કોઇપણ સરકાર માન્ય ડિગ્રી વગર કલીનીક ચલાવી દર્દીઓ પાસેથી ફી વસુલી સારવાર આપી, પૈસા વસુલ કરી ડોકટરની રજી.મેડિકલ પ્રેકટીશનરને લગતી ડિગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ નંગ-૨૫૮, મજકુર ઇસમે દર્દી પાસે સારવારના વસુલ કરેલ રોકડા રૂપિયા ૫૫૮૦ મળી કુલ રૂ.૨૦,૬૮૭નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.એમ. રાધનપરા વધુ તપાસ કરી રહ્યા છે.