જાફરાબાદ સરકારી હોસ્પિટલ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાફરાબાદ ટાઉન પ્લાનિંગ, મરીન પોલીસ, જાફરાબાદ નગરપાલિકા, અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની તથા હોસ્પિટલના અધિકારીઓ દ્વારા આગ જેવી કોઈપણ પ્રકારની ઘટના બને તો તેનાથી બચવા શું કરવું જાઈએ તે વિશે લોકોને માહિતી આપી હતી. આ તકે જાફરાબાદ હોસ્પિટલના ડો. દુધાત, ધર્મેશભાઈ, શનીદાદા, મજીદભાઇ, ખુશાલભાઈ, ઇકબાલભાઇ શેખ, પી.આઇ. શર્મા, પોલીસ સ્ટાફ સહિતનાઓ દ્વારા ઉપસ્થિત રહી આ સફળ મોકડ્રીલ યોજવામાં આવી હતી.