જાફરાબાદ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તાજેતરમાં એક ભવ્ય સરસ્વતી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો અને વડીલોની સેવાને બિરદાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆત ભગવાન પરશુરામની પૂજા અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ પછી, નાના બાળકો દ્વારા
સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. નર્સરીથી લઈને કોલેજ ડિગ્રી સુધીના વિદ્યાર્થીઓને તેમના ધોરણોને અનુરૂપ સ્ટેશનરી કિટ્સ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે, બ્રહ્મસમાજના સિનિયર સિટીઝન વડીલોનું પુષ્પગુચ્છ, શાલ અને ફૂલહાર અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.









































