જાફરાબાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી મોબાઇલ નેટવર્કના ધાંધીયા જોવાં મળી રહ્યા છે. જીયો, વિઆઈ, એરટેલ સહિતની મોબાઈલ કંપનીના નેટવર્કના ધાંધીયાથી લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે, જ્યારે જાફરાબાદ શહેરમાં બીએસએનએલ નેટવર્કની સુવિધા સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. જાફરાબાદ શહેરમાં જીઓ નેટવર્ક તો ૨૪ કલાકમાંથી બે કલાક સુધી તો સંપૂર્ણપણે બંધ થઈ જાય છે, જેના કારણે લોકોના અનેક કામો અટવાય છે. આ ઉપરાંત સંપર્કો પણ કપાઈ જતા હોય છે. હાલ દરેક કંપનીના રિચાર્જમાં પણ ધરખમ વધારો થઇ રહ્યો છે તો પણ ગ્રાહકોને પૂરતી સુવિધાઓ મળતી નથી. આથી તાત્કાલિક ધોરણે વ્યવસ્થિત નેટવર્કની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.