જાફરાબાદમાં રહેતા અને વેપાર કરતાં પિયુષગીરી શાંતિગીરી ગોસ્વામી (ઉ.વ.૪૦)એ યોગેશભાઈ છનાભાઈ બારીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેઓ પોતાની દુકાન બંધ કરતા હતા ત્યારે આરોપી આવીને બોલાચાલી કરી ગાળો બોલવા લાગ્યા હતા. જેથી તેમણે આમ કરવાની ના પાડતાં મારામારી કરી હતી.
ત્રણ વર્ષ પહેલા થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી આ હુમલો કરાયો હતો. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.એમ.ચુડાસમા વધુ તપાસ કરી રહ્યા છે.