હજુ ગઈકાલે જ ધારીમાં કૂવામાં પડી જતા એક સિંહણનું મૃત્યુ થયું હતું એની ઘટનાના બીજા જ દિવસે જાફરાબાદની એક મલ્ટીનેશનલ કંપનીમાં સિંહ બાળનું ચેનમાં આવી જતા મોત તથાના સમાચાર મળી રહ્યા છે. મળતી વિગત પ્રમાણે આ મહાકાય કંપનીના વ‹કગ સ્ટેશનમાં ચેનની અંદર એક સિંહબાળ આવી ગયું હતું અને તેનુ કમોત થયું હતું. આ ઘટનાની જાણ થતા જ કંપની દ્વારા સિંહબાળને જમીનમાં દાટી દેવાયું હતું અને તેના ફોટા કંપનીના કર્મચારીએ ઉચ્ચ અધિકારીઓને પણ મોકલ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ જંગલ ખાતાના ઉચ્ચ અધિકારીને થતા તેઓ પણ ઘટના સ્થળે પહોચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. અંગે ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે અને કંપનીના સીસીટીવી ફૂટેજ અને કર્મચારીઓના મોબાઇલ પણ તપાસ કરવામાં આવે તો ઘણું સત્ય બહાર આવી શકે તેમ છે. આ પ્રકરણમાં જવાબદારોને બચાવવાના પ્રયાસ કરવામાં આવતા સિંહપ્રેમીઓમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે.
ઘટના અંગેની જાણ થતા જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને જે જગ્યા પર સિંહબાળ દાટવાની વાત હતી તે જગ્યા પર ખોદકામ કરી અને મૃતદેહ બાર કઢાતા આ કુતરુ હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું સમગ્ર ઘટનાની તપાસ થઈ છે અને અહીંયા કોઈ સિંહ બાળ મર્યું નથી.
જી.એલ વાઘેલા આરએફઓ- જાફરાબાદ રેન્જ