જાફરાબાદ વાપળીયા બસ સ્ટેશન પાસેથી એક યુવક દારૂની ૪૬ બોટલ સાથે ઝડપાયો હતો. હાર્દિકભાઇ રાણાભાઇ મકવાણા ઉ.વ.૨૪ નામના યુવક પાસેથી આ બોટલ મળી આવી હતી. તેને આ બોટલ લુણસાપુરના હનુભાઈ બદરૂભાઈ કોટીલાએ આપી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કુલ ૩૯૧૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એમ. વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે. ખાખબાઇ ગામે નદી કાંઠે ઝૂંપડામાંથી પીવાનો ૧૦ લીટર દેશી દારૂ મળ્યો હતો. ખાંભાના ભાણીયા ગામેથી દેશી દારૂ બનાવવાનો ૧૦૦ લીટર આથો મળી આવ્યો હતો. જ્યારે બે શખ્સો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.