જાફરાબાદ વકીલ મંડળની જનરલ મીટીંગમાં બાર એસોસિએશનના સેક્રેટરી ઈમરાનભાઈ ઈસુભાઈ ગાહા સાથે બનેલી અપમાન  મુદ્દે આક્રોશ વ્યક્ત કરાયો હતો. તેઓ અગાઉ  જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા ગયા હતા, ત્યારે ત્યાં હાજર પોલીસ કર્મીઓ દ્વારા તેમની ફરિયાદ લેવામાં આવી ન હતી અને તેમને પી.આઈ. આવે ત્યારે રૂબરૂ ફરિયાદ લેવાનું કહી બહાર બેસવા જણાવેલું. જ્યારે પોલીસ ઇન્સ્પેકટર  પોલીસ સ્ટેશને આવતા, તેઓને રૂબરૂ ફરિયાદ આપવા ગયા હતા, ત્યારે “તારે પોલીસ સ્ટેશનમાં આવવું નહીં” તેમ કહી, અપમાનિત કરી, ધક્કો મારી, અપશબ્દો બોલી અપમાન કર્યું હતું.આ  બનાવ અંગે અમરેલી એસ.પી. સહીતનાં અધિકારીઓને રજૂઆત કરાઈ છે.