જાફરાબાદ શહેરના વિકાસ માટે નગરપાલિકા દ્વારા અંદાજે રૂ. પ૦ લાખના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સહકારી આગેવાન દિલીપભાઇ સંઘાણી અને પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકીની ઉપÂસ્થતિમાં નગરપાલિકા દ્વારા ત્રિકોણ સર્કલ, નાસ્તા ગાર્ડન તેમજ શહેરના મુખ્ય દ્વાર પર આવેલા અશોકસ્તંભનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ કોમલબેન બારૈયા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઇ શિયાળ, સરમણભાઇ બારૈયા, રઘુભાઇ સોલંકી, જીવનભાઇ બારૈયા, હર્ષદદાદા, પ્રવિણભાઈ પટેલ સહિત વિવિધ સમાજના અગ્રણીઓ અને પાલિકા સદસ્યો હાજર રહ્યાં હતાં.