અમરેલી પંથકમાં બહેન દીકરીઓ સલામત હોવાની અને રાત્રે પણ એકલા ફરી શકતી હોવાની ગુલબાંગ વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જાફરાબાદ પંથકમાં રહેતી યુવતીને બોલેરોમાં બેસવાનું ભારે પડ્‌યું હતું. બોલેરો ચાલકે તેનો હાથ પકડી, બથ ભરી હતી અને જાતિય માંગણી કરી હતી. બનાવ સંદર્ભે યુવતીએ ખાંભાના નવા માલકનેશ ગામે રહેતા મનસુખભાઈ કચરાભાઈ ઢાપા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી તેની બોલેરો લઈને હિંડોરણા કાતર રોડેથી ડેડાણ તરફ જતો હતો. તેને ડેડાણ સુધી જવું હોવાથી તેની બોલેરોમાં બેઠી હતી. આરોપી તેને સરોવડા ગામની સીમમાં લઈ ગયો હતો. જ્યાં હાથ પકડી, બથ ભરી તેની પાસે જાતિય માંગણી કરી હતી. ઉપરાંત શારીરિક સ્પર્શ કરીને છેડતી કરી હતી.