જાફરાબાદ પંથકમાં એક પુરુષ સગીરાને અભ્યાસ માટે પુસ્તકના પૈસા મળે છે તેમ કહીને બાવળની કાંટમાં લઈ ગયો હતો. જ્યાં તેની આંખ પર રૂમાલ બાંધી કપડાં ઉતારીને ગુપ્ત ભાગે અડપલાં કર્યા હતા. બનાવ સંદર્ભે પીડિતાની માતાએ વાંઢ ગામે નેસડી વિસ્તારમાં રહેતા કનુભાઈ લક્ષ્મણભાઈ મહીડા સામે નોંધાવેલી ફરિયાદ
આભાર – નિહારીકા રવિયા પ્રમાણે, આરોપી તેમની સગીર પુત્રીને એલએન્ડટી કંપનીમાં અભ્યાસ માટે પુસ્તકોના પૈસા મળે છે તેમ કહી ગાડીમાં બેસાડી અવાવરૂ જગ્યાએ બાવળની કાંટમાં લઈ ગયો હતો. જ્યાં તેણે તેની પુત્રીની આંખ આડો રૂમાલ બાંધી, કપડાં ઉતારી ગુપ્ત ભાગે હાથની આંગળીથી અડપલાં કર્યા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.વી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.