જાફરાબાદ નર્મદા સિમેન્ટ કંપનીમાં ગ્રિસર કમ ઓપરેટર તરીકે ફરજ બજાવતા ઘોરી રસુલખાન મહોબતખાન વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા નર્મદા સિમેન્ટ કંપનીના સહયોગી સ્ટાફગણે તેમને નિવૃત્તિ વિદાયમાન આપ્યું હતું. આ સમારંભમાં કંપનીના ગિરીશ મલ્હોત્રા, મહેશ્વરી, ઉધ્ય નારાયણ, યુનિટ હેડ ભીમાણી, અભિજીત જૈન સહિતે ઉપસ્થિત રહી રસુલખાનને અભિનંદન પાઠવ્યા હતા.