જાફરાબાદની નર્મદા કોલોનીમાં તસ્કરોએ રહેણાંક મકાનને નિશાન બનાવ્યું હતું. વિદેશી ચલણી નોટ સહિત રૂ. ૭,૨૫,૭૧૮નો મુદ્દામાલ ચોરીને ફરાર થઈ ગયા હતા. અજીતકુમાર પશુપતિનાથ ચોબે (ઉ.વ.૪૩)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, જાફરાબાદ નર્મદા કોલોનીમાં લલીત ગુપ્તા તથા વિકાસ વર્માના રહેણાંક મકાનના દરવાજાના આલ્ડ્રાફ તોડી તીજોરીમાં રહેલ દર દાગીના કિં.રૂ.૬,૭૨,૦૦૦, રોકડ રૂ.૫૦૦૦ તથા વિદેશી ચલણી નોટ કિં.રૂ.૪૮,૭૧૮ મળી કુલ કિં.રૂ.૭,૨૫,૭૧૮ની ઘરફોડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.આર. ભાચકન વધુ તપાસ કરી રહ્યા છે.