અમરેલીનાં છેવાડે આવેલ જાફરાબાદ નગરપાલિકામાં અપૂરતી સાધનસામગ્રીથી શહેરીજનો ત્રસ્ત થઈ ગયા છે અને લોકોને મુશ્કેલીમાંથી નજીકના સમયમાં કોઈ છૂટકારો મળે તેવા પ્રયાસો પણ તંત્ર દ્વારા કરવામાં આવતા નથી તેવો આક્ષેપ હરેશભાઈ બાંભણીયા દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું છે કે વર્ષોથી નગરપાલિકામાં ચૂંટાતા સભ્યોએ લોકવિકાસનાં કાર્યોને બદલે સ્વવિકાસનાં કાર્યો કર્યા છે અને ૧ર વર્ષથી નગરપાલિકાનું ફાયર ફાઈટર બંધ હોવા છતાં તેનું રીપેરીંગ કરાવી શકયા નથી. આ ઉપરાંત ઉભરાતી ગટર અને ગંદકીથી શહેરીજનો ત્રસ્ત છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક જાફરાબાદ નગરપાલિકાને માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં આવે તેવી માંગ કરી છે.