જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે વીસીઇ કાર્યકરોએ સમાન કામ સમાન વેતન સહિતની વિવિધ પાંચ માંગણીઓને લઇ ધરણા કર્યા હતા. ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર મંડળના જણાવ્યા પ્રમાણે આ અગાઉ પણ પંચાયત મંત્રી સાથે બેઠક યોજાઇ હતી, બાદમાં મુખ્યમંત્રી સાથે પણ વાટાઘાટ કરવામાં આવી હતી અને તે બંને બેઠકોમાં હકારાત્મક નિર્ણય લેવાયો હતો, પરંતુ આજદિન સુધી પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી. જેથી જિલ્લાના તમામ તાલુકામાં આજે ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.