જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાની સૂચના અને જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઇ શિયાળ, જાફરાબાદ તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ ત્રિવેદી સાથે સંકલન કરી જાફરાબાદ તાલુકા યુવા ભાજપના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે કુલદીપભાઇ વરૂ, મહામંત્રી તરીકે ધનસુખભાઇ ડાભી, ઉપપ્રમુખ તરીકે વનરાજભાઇ વાઘેલા તથા પાંચાભાઇ બાંભણીયા, મંત્રી તરીકે સુમીતભાઇ ખોખર, સંજયભાઇ સોલંકી, યશભાઇ વાઢેર તથા લાલજીભાઇ ગુજરીયા અને કોષાધ્યક્ષ તરીકે મહાવીરભાઇ વરૂની વરણી કરવામાં આવી હતી. આ સિવાય તાલુકા યુવા ભાજપના કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. પ્રમુખ કુલદીપભાઇ વરૂ દ્વારા તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.