જાફરાબાદ તાલુકાના ટીંબી નજીક શીતળા માતાજીના મંદિરે જાફરાબાદ તાલુકા ભાજપના સ્નેહમિલનના કાર્યક્રમ અને અભિવાદન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાફરાબાદ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે કુલદીપ વરૂની નિમણૂક થતા સન્માન કરાયું હતું.રાજુલા-જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હિરાભાઈ સોલંકી, સીતારામબાપુ, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કરશનભાઈ ભીલ, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ દિનેશદાદા, તાલુકા પંચાયતના પ્રમુખ બાલુભાઈ કોટડીયા, કારોબારી ચેરમેન અનિરુદ્ધભાઈ વાળા, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ નાજભાઈ બાંભણીયા, પૂર્વ ચેરમેન ભીમભાઇ વરૂ, તાલુકા પંચાયતના સદસ્યો, તાલુકા ભાજપના હોદ્દેદારો, આસપાસ ગામના સરપંચો તથા સૌ કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.