જાફરાબાદ ખાતે તાલુકા કોંગ્રેસની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ મહત્વના પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ખેડૂતોના પીજીવીસીએલને લગતા પ્રશ્નો, સરકારી કચેરીઓમાં કામ સબબ જતા અરજદારોને પડતી હાલાકી વગેરે મુદ્દાઓ અંગે ચર્ચા થઇ હતી. આ બેઠકમાં લોકોના પ્રશ્નો અંગે આગામી દિવસોમાં આક્રમક લડત આપવા તથા જાફરાબાદ તાલુકાના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ટીકુભાઇ વરૂ, બાવકુભાઇ વાળા, પ્રવિણભાઇ બારૈયા, નાથાભાઇ પરમાર સહિતના કોંગ્રેસ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.