જાફરાબાદ તાલુકાની ર૯ ગ્રામ પંચાયત ચૂંટણીઓમાં ચૂંટાઇ આવેલા સરપંચોને જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઇ શિયાળે આવકારી અભિનંદન પાઠવ્યા છે. જિલ્લાની મોટાભાગની ગ્રામ પંચાયતોમાં ભાજપ પ્રેરિત સરપંચો ચૂંટાઇ આવ્યા છે ત્યારે ભાજપમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે.
જાફરાબાદ તાલુકાની તમામ ર૯ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ આવતા તેમાં ભાજપ પ્રેરિત સરપંચોનો ભવ્ય વિજય થતા ભાજપ કાર્યકર્તાઓ દ્વારા સત્કાર સમારંભ યોજવામાં આવી રહ્યા છે. જાફરાબાદના દરેક ગામના સરપંચોને ચેતનભાઇ શિયાળ, કરશનભાઇ ભીલ, કુલદીપભાઇ વરૂ, જાફરાબાદ તાલુકા પ્રમુખ દિનેશભાઇ, નાજભાઇ બાંભણીયા સહિત આગેવાનોએ તેમજ કાર્યકર્તાઓએ સરપંચોને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.