જાફરાબાદના વઢેરા ગામ ખાતે ખોડિયાર માતાજીના મંદિરે સ્વામિનારાયણના સંતો દ્વારા સત્સંગ કથાનું આયોજન કરાયું છે.ખારીયાધામ દ્વારા આયોજિત ખોડિયાર મા ભુતડાદાદાના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ-રાજકોટ શાખાના આનંદગઢ ગુરુકુળ-ઉનાથી સંતોએ પધારી દર્શન તથા સત્સંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં સ્વામી દ્વારા સત્સંગ અને પ્રસાદ રાખવામાં આવેલ. હરિભક્ત દ્વારા ફુલહાર અને ખેસ પહેરવામાં આવેલ. જાફરાબાદ અને વઢેરાના લોકોએ કથાનો લાભ લીધેલ તેમજ શૈલેષબાપુ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.