જાફરાબાદથી વઢેરા, કડીયાળી અને દુધાળાને જોડતો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે. આ રોડ ઉપર અનેક જીવલેણ અકસ્માતો થાય છે ત્યારે તંત્ર દ્વારા તે અંગે બેદરકારી દાખવવામાં આવે છે તેવું સ્થાનિકોનું માનવું છે. જ્યારે કોઈ ડિલીવરીનો કેસ હોય અથવા તો કોઇપણ ઇમરજન્સી સારવાર માટે દર્દીને લઈને આ રોડ પરથી પસાર થવાનું હોય ત્યારે ખૂબ સમય જાય છે, ઉપરાંત બીજા ગામડાના લોકો, મજૂર વર્ગ, અન્ય લોકોને ઘણી તકલીફ ભોગવી પડે છે. આ રોડ જાફરાબાદથી વઢેરા, કડીયાળી, ધોળાદ્રી, દુધાળા અને ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેને જોડતો એક જ રસ્તો છે, તેની હાલત ખૂબ જ બિસ્માર છે. આ રોડ ઘણા વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હતો. અત્યારે આ રોડ ઉપર એક-એક ફૂટના ખાડા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત કડીયાળી નજીક નવું નાળું બનાવાયું છે પરંતુ તેની બંને સાઈડ પણ ખાડા જોવા મળી રહ્યા છે. આથી આ રોડનું કામ ઝડપથી કરવામાં આવે તેવી લોકો દ્વારા માગણી કરવામાં આવી રહી છે.