જાફરાબાદના મીઠાપુર ગામે તસ્કરોએ ત્રણ મકાનને નિશાન બનાવતાં ચકચાર મચી ગઈ હતી. જેને લઈ કરશનભાઈ માલાભાઈ ચૌહાણ (ઉ.વ.૬૦)એ અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, અજાણ્યા ચોર ઇસમે તેમની કેબીનમાં ગેરકાયદે પ્રવેશ કરી કેબીનમાં રાખેલા પૈસા રાખવાના ગલ્લામાંથી પરચુરણ નોટો તથા સિક્કા મળી આશરે રૂ.૪૦૦૦ની રોકડ રકમ ચોરી કરી હતી. તેમજ સાહેદ રમેશભાઇ મનુભાઇ જોગદીયાના રહેણાંક મકાનમાં પ્રવેશ કરી ઘરના રૂમમાં પટારામાં રાખેલા રોકડા આશરે રૂ.૬૦૦૦ મળી કુલ રોકડા રૂ.૧૦,૦૦૦ની ચોરી કરી હતી. ઉપરાંત સાહેદ ધીરૂભાઇ ખોડાભાઇ ચૌહાણ તથા દિલુભાઇ ઓઢાભાઇ વરૂના ઘરે ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી. એન. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.








































