જાફરાબાદના બાબરકોટ ગામેથી બોગસ તબીબ રૂ. ૧૦,૬૦૫ના મુદ્દામાલ સાથે ઝડપાયો હતો.
નાગેશ્રી પીએચસીના મેડિકલ ઓફિસર ડો.ભગીરથભાઈ સાવજભાઈ વાઘ (ઉ.વ.૨૬)એ ટીંબી ગામે રહેતા અશ્વિનભાઈ મનુભાઈ બાંભણીયા (ઉ.વ.૨૮) સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી તેની પાસે કોઈપણ સરકાર માન્ય એલોપેથિક સારવાર કરવા માટેની ડિગ્રી વગર ક્લિનિક ચલાવી, દર્દીઓ પાસેથી ફી વસૂલી સારવાર આપી પૈસા વસૂલ કરતો હતો. તેની પાસેથી રૂ. ૧૦,૬૦૫.૪૮નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.આર.ઝાલા વધુ તપાસ કરી રહ્યા છે.