છેલણા ગામે આજે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અંતર્ગત જાફરાબાદ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ટાંક અને ડો. નકુમ સાહેબના માર્ગદર્શન મુજબ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મારૂ ગામ, ટીબી મુક્ત ગામને અનુલક્ષી ટીબી રોગ માટે ફ્રીમાં તપાસ તેમજ સારવાર માટે સંપૂર્ણ જાણકારી તાલુકા સુપરવાઈઝર સંદીપભાઇ જોશી દ્વારા આપવામાં આવેલી હતી. ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં આરોગ્ય વિભાગમાંથી CHO ચંદ્રિકાબેન, FHW શિલ્પાબેન, MPHW અશ્વિનભાઇ, સંરપચ દિપકભાઇ અને ઉપસરપંચ ધીરૂભાઇએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.