જાફરાબાદ નજીક આવેલ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર જાફરાબાદ તાલુકાના ભૂદેવો તેમજ સાધુ-સંતોએ પ્રસાદીનો લાભ લીધો હતો. જાફરાબાદ નજીક આવેલ તપોવન ટેકરી ખાતે દર વર્ષે બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવે છે અગાઉ વર્ષો પહેલા પૂ.તપસ્વી બાપુ દ્વારા બ્રહ્મચોર્યાસી શરૂ કરવામાં આવેલ હતી. અત્યારના સમયમાં તપોવન ટેકરીના ગરીબ ટ્રસ્ટ મંડળ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. બાપુ હયાત હતા ત્યારે તેઓએ કરેલ સંકલ્પ હાલ તેમના સ્વયંસેવકો દ્વારા પૂરો કરવામાં આવી રહ્યો છે. અહીં તપોવન ટેકરી ખાતે દર મહિનામાં બે વખત આંખના કેમ્પનું પણ આયોજન થાય છે જેમાં અનેક જરૂરીયાતમંદ દર્દીઓ લાભ લે છે.