આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત જાફરાબાદ નગરપાલિકા દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું આજે જાફરાબાદ અલ્ટ્રાટેક કંપનીના અધિકારીઓ અને પાલિકા પ્રમુખ સરમણભાઈ બારૈયા દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં જાફરાબાદ, રાજુલા, ખાંભા સહિતના ગામડાઓમાંથી ૧૧૦ જેટલી ટીમો ભાગ લેનાર છે. આ તકે ભગુભાઈ સોલંકી, યોગેશભાઈ, મનોજભાઈ, પ્રવીણ પટેલ, રામભાઇ, કનૈયાલાલ, હમીરભાઇ, ડો.ડોડીયા, વશરામભાઇ, હર્ષદદાદા, કનાભાઈ સહિતના હાજર રહ્યા હતા.