જાફરાબાદ ખાતે જાફરાબાદ શહેર ભાજપની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ સરમણભાઈ બારૈયાની આગેવાનીમાં મળેલ આ કારોબારી બેઠકમાં હર ઘર દસ્તક રસીકરણ અભિયાન અને શ્રમકાર્ડ જેવી અનેક ભાજપ સરકારની યોજનાઓ ઘરે ઘરે સુધી પહોંચાડવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ મનોજભાઈ, યુવા ભાજપ પ્રમુખ વિક્રમભાઈ, મહામંત્રી સંજયભાઈ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ મોહન મામા, ઉપપ્રમુખ ભાયાભાઈ, વિનોદભાઈ જાદવ, વલ્લભભાઈ, પ્રકાશભાઈ, અરવિંદભાઈ, આકાશભાઈ, લાખુભાઈ, સંજયભાઈ, અશોકભાઈ, હરેશભાઈ, ગોપાલભાઈ, દિપકભાઈ, કૈલાશભાઈ, યશવંતભાઈ, ભાવેશભાઈ, અજીતભાઈ, સહિત યુવા ભાજપ શહેરના નવનિયુક્ત હોદ્દેદારો અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.