ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના પ્રયત્નથી જાફરાબાદ ખાતે દ્ભ.ય્.મ્.ફ શાળા ખાતે ગર્લ્સ હોસ્ટેલના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેતનભાઈ શિયાળના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જાફરાબાદમાં વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ શકે તે માટે હોસ્ટેલ તેમજ અન્ય સુવિધા માટે ગુજરાત સરકાર દ્વારા વધુ રૂ.૪.૧૬ કરોડ મંજૂર કરાયા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત કોળીસેના યુવા ઉપ્રમુખ ભાવેશભાઈ સોલંકી,અમરેલી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કરશનભાઈ ભીલ, તાલુકા પંચાયત પ્રમુખ બાલાભાઈ કોટડીયા, કુલદીપભાઈ વરુ અને સંદીપભાઈ શિયાળ તેમજ ગ્રામજનો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.