પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અમરેલી જિલ્લાના પ્રવાસે છે. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જિલ્લા ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓને મળી નવા વર્ષની શુભકામના પાઠવી રહ્યા છે. આજ રોજ અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે કોળી સમાજનું ભવ્ય સ્નેહમિલન યોજાયું હતું. જેમાં ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહેતા ભારતીય કોળી સમાજના પ્રમુખ કરણભાઈ બારૈયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશાળ જનમેદની વચ્ચે જાફરાબાદના દરિયા કિનારે વસતા કોળી સમાજના સાગર ખેડૂને વિવિધ પ્રકારની યોજના વિશે પાટીલે માહિતગાર કર્યા હતા. કોળી સમાજના યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રભારી મંત્રી આર.સી. મકવાણા, સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, ભરતભાઈ બોઘરા, ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા, પ્રવિણભાઈ, જે.વી.કાકડીયા, મનિષભાઈ સંઘાણી, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ, જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ કોમલબેન બારૈયા, કરણભાઈ પટેલ, યોગેશભાઈ બારૈયા, પીઠાભાઈ નકુમ સહિતના અમરેલી જિલ્લા ભાજપ આગેવાનો અને કાર્યકરો સાથે સાધુ-સંતો પણ બહોળી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યા હતા.