જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળની શતાબ્દી વર્ષ -૧૯૨૬-૨૦૨૫ના અવસરે સમાજના શ્રેષ્ઠીઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મંડળના પ્રમુખ કિરીટભાઈ મહેતા તેમજ યોગેશભાઈ ગોરડીયાના ઉપસ્થિતિમાં જાફરાબાદના સમાજ શ્રેષ્ઠીઓ, પૂર્વ સારસ્વતો અને સમાજના પદાધિકારીઓ વિગેરેની મિટિંગ યોજાઇ હતી. આ મિટિંગમાં કિરીટભાઈ મહેતાએ જણાવેલ કે આ સંસ્થાના પ્રાંગણમાં અંદાજીત રૂ ૨૪, કરોડ ના ખર્ચે નૂતન વિદ્યાભવનનું જે નિર્માણ થઈ રહેલ છે તે માટે આર્થિક સહયોગ આપવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થામાં જાફરાબાદના તમામ જ્ઞાતિના વિધાર્થીઓ અભ્યાસ કરી રહેલ છે. ભવિષ્યમાં પણ જાફરાબાદના અઢારે વરણના લોકોને ઉત્તમ શિક્ષણ આપવામાં આવશે તે માટે ટ્રસ્ટીઓ અવિરત પ્રયત્ન કરી રહેલ છે. આ મિટિંગમાં જાફરાબાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભગુભાઈ સોલંકી, જીવનભાઈ બારૈયા, મોહનભાઈ બારૈયા, જીતુભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.