જાફરાબાદ અને બગસરામાં મોબાઈલ ચોરી થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં જાફરાબાદના મીઠીવાવમાં રહેતા દિનેશભાઈ મનુભાઈ બારૈયા બાઈક લઈને નાસ્તો કરવા માટે ગયા હતા અને ત્યાંથી પરત આવતી વખતે તેમનો વીવો કંપનીનો મોબાઈલ ફોન કિ.રૂ.ર૭૯૯૯ જે પેન્ટના ખીસ્સામાં રાખેલ હોય તે મોબાઈલ અજાણ્યા ઈસમના હાથમાં આવી જતા તેમણે મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખતા ફરિયાદીએ જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો બગસરાના સુડાવડ ગામે ચંદ્રેશભાઈ સુભાષભાઈ ચોટલીયા રહે. સુરતવાળાએ પોતાના મામા હર્ષદભાઈ કેશવજીભાઈ જેઠવાના મકાનમાં સેમસંગ કંપનીનો મોબાઈલ નોટ-૧૦ કિ.રૂ.૩૦૦૦૦ ચાર્જિંગમાં મુકેલ હોવાથી અજાણ્યો ઈસમ ઘરમાં પ્રવેશી મોબાઈલ ચોરી જતા ફરિયાદીએ બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીયાવા ગામે ફરિયાદી રાહુલ અનકભાઈ ચૌહાણ નાસ્તો કરવા માટે દુકાનની બહાર ગયેલ હોય ત્યારે વીવો કંપનીનો મોબાઈલ કિ.રૂ.ર૦૯૯૦ ટેબલ પર મુકેલ હોય ત્યારે કોઈ અજાણ્યો ઈસમ મોબાઈલ ચોરી જતા વંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.