જાફરાબાદના કામનાથ મંદિરની બાજુમાં રહેતા યુવકનું માછીમારી કરતા દરિયામાં ડૂબી જતા મોત થયુ હતું. જાફરાબાદ મરીન પોલીસમાં જાણ કરનાર મૃતકના ભાઈ રમેશ લખમણ સોલંકીએ જણાવ્યું હતું કે, તેમના મોટાભાઈ નથાભાઈ લખમણભાઈ સોલંકી યંત્ર વગરની નાની હોડીમાં જાફરાબાદ જુના પુલ પાસે દરિયાના પાણીમાં માછીમારી કરવા જતા હોડીને દરિયાના મોજાની થપાટ લાગતા હોડી દરિયામાં ઉંધી વળી જતા યુવકનું દરિયામાં ડૂબી જવાથી મોત નિપજ્યુ હતું.