જાફરાબાદમાં લાઈટ હાઉસ રોડ પર આવેલા હરભોલે આશ્રમ(સ્મશાન) વાવાઝોડામાં જમીનદોસ્ત થયું હોય તેને ફરી નવું નિર્માણ કરવાની કામગીરી અર્થે દરેક સમાજમાંથી દાનની સરવાણીનો ધોધ અવિરત વહી રહ્યો છે. ત્યારે આજે જાફરાબાદના દાનવિર દાતા પૂર્વ સંસદિય સચિવ હિરાભાઈ સોલંકી દ્વારા બે લાખ પચાસ હજારનું દાન આપવામાં આવ્યું છે. આ સ્મશાન જમીનદોસ્ત થયા બાદ એકવીસ જ્ઞાતિના આગેવાન ભાઈઓએ સ્મશાન ફરી બનાવવા બધા સમાજમાંથી નાની-મોટી રકમ એકઠી કરવામાં આવી રહી છે. જેને લઈ પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકી દ્વારા સ્મશાનના બાંધકામ અર્થે દાનની રકમ અપાતા આગેવાનોએ આભાર વ્યક્ત કરી સન્માન કર્યું હતું.