જાફરાબાદમાં એક મહિલાના ઘરમાંથી રોકડા ૨૦ હજાર સહિત ૧.૫૦ લાખની ઘરફોડ થઈ હતી.
બનાવ અંગે રમીલાબેન રાજેશભાઈ સોલંકી (ઉ.વ.૩૦)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ઘરમાં ત્રાટકેલો અજાણ્યો ચોર ઇસમ પતરાના ટાંકામાં રાખેલા સોનાના વિવિધ દાગીના, રોકડા ૨૦ હજાર મળી કુલ ૧.૫૦
લાખની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.એમ. રાધનપરા વધુ તપાસ કરી રહ્યા છે.