જાફરાબાદમાં સિન્ટેક્ષ કોલોની લુણસાપુરમાં ૧૧ લાખથી વધુની ઘરફોડ થતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે ઉત્તર પ્રદેશના કાનપુરના કલ્યાણપુરના અને હાલ લુણસાપુર સિન્ટેક્ષ કોલોનીમાં રહેતા આશીષકુમારસિંગ વિશ્વનાથસિંગ ચૌહાણે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, અજાણ્યા ચોર ઇસમોએ તેમના રહેણાંક મકાનના દરવાજાનો નકુચો તોડી તિજોરીમાં રહેલા સોનાના રૂ. ૧૦,૧૩,૧૨૦ના દાગીના, ચાંદીના રૂ. ૭૮,૩૯૯ના દાગીના તથા રોકડા ૪૧,૧૦૦ મળી કુલ રૂ. ૧૧,૩૨,૬૧૯ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.






































