જાફરાબાદમાં સાવ સામાન્ય બાબતમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ ફરિયાદ મુજબ ફરિયાદી ચંદુ જીતેન્દ્રભાઈ ભાલીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ફરિયાદી અને સાહેદ મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે હરેશ કરશન ભાલીયાએ હાથ ઉંચો કરી બંનેને બોલાવી સામુ શું કામ જુએ છે અને ડોળા કેમ કાઢો છો તેમ કહી ફરિયાદી અને સાહેદને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તો હરેશ કરશન ભાલીયાએ સામી ફરિયાદ નોંધાવી છે કે, ચંદુ જીતેન્દ્ર ભાલીયા અને વશરામ બાબુ સોલંકીએ કહેલ કે જમીન બાબતે કોર્ટે કરેલ રોજકામમાં સહી શું કામ કરી છે ત્યારે ફરિયાદીએ કહેલ કે રાજીખુશીથી સહી કરેલ હોય જેથી આરોપીઓને સારૂ નહી લાગતા ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે બંનેની ફરિયાદ લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.