જાફરાબાદમાં શહેર ભાજપ પરિવાર દ્વારા શનિવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને ઓપરેશન સિંદૂર સમર્પિત બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૦૧ બોટલ બ્લડ એકત્ર થયું હતું.
આ પ્રસંગે મામલતદાર, તેમનો સ્ટાફ, જાફરાબાદ પોલીસ સ્ટાફ, મરીન સ્ટાફ તથા તાલુકા પંચાયત સ્ટાફ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, વેપારી એસોસિએશન, કોળી, ખારવા, મુસ્લિમ સહિત વિવિધ સમાજના આગેવાનો, જુદી જુદી સંસ્થાના પ્રમુખ, શહેર ભાજપના તમામ હોદ્દેદારો, શહેરીજનો, મંડલના પ્રમુખો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.