જાફરાબાદમાં વાળંદ સમાજના યજમાન પદે સામાજિક સદભાવની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન સમાજમાં એકતા અને સમરસતા વધારવા માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.આ પ્રસંગે આરએસએસ ભાવનગર વિભાગના સહ કાર્યવાહ ભરતભાઈ રાદડિયાએ પંચ પરિવર્તન, સમાજમાં એકીકરણ, પર્યાવરણનું જતન અને સામાજિક સમરસતા જેવા વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત જિલ્લામાંથી ડા. રાજેન્દ્ર રાવલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સામાજિક સદભાવના સંયોજક સંજયભાઈ પંડ્‌યા, સહ-સંયોજક નરેશભાઈ ચૌહાણ, જાફરાબાદ તાલુકા કાર્યવાહ કૃષ્ણસાહેબ બાંભણિયા, નરેન્દ્રભાઈ વરુ, બિપિનભાઈ બાંભણિયા સહિત ૧૩ જેટલી જ્ઞાતિના આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠક સમાજમાં એકતા મજબૂત બનાવવાનો સકારાત્મક પ્રયાસ સાબિત થઈ.