જાફરાબાદમાં લોકસભાની ચૂંટણી ફરજ દરમિયાન મહિલા કર્મચારીનું અચાનક થયું મોતની ઘટના બની છે. જાફરાબાદ શહેરમાં આવેલ સાગર શાળામાં ચૂંટણી ફરજ પર મહિલાનું હાર્ટએટેક થી મોત થયુ છે. કૌશિકાબેન બાબરીયા નામના મહિલા કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું છે.ઘટનાની જાણ થતાં જ અમરેલી એસ.પી. જાફરાબાદ શાળા ખાતે પહોચ્યા હતા.મૃતક શિક્ષિકાને પી.એમ.અર્થે રાજુલા જનરલ હૉસ્પિટલ ખાતે ખસેડાયા છે. બનાવથી કર્મચારીઓમા શોકનુ વાતાવરણ ફેલાયું હતું.