જાફરાબાદ તાલુકામાં રામ જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિશાળ શોભાયાત્રામાં રામભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ તકે વિહિપ, બજરંગ દળ, આરએસએસ જિલ્લા સભ્ય કરશનભાઇ ભીલ, મનહરભાઇ બારૈયા, સરમણભાઇ બારૈયા સહિત ધર્મપ્રેમી જનતાએ શોભાયાત્રામાં જાડાઇ જયશ્રી રામના નારા લગાવ્યા હતા. શોભાયાત્રામાં બાબરકોટ, મિતિયાળા, વાંઢ, રોહીસા, કડીયાળી વગેરે ગામના લોકો પણ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, શોભાયાત્રાને લઇ છેલ્લા ૧પ દિવસથી હિન્દુ સંગઠનો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી હતી.