જાફરાબાદ વહીવટી તંત્ર દ્વારાTIP&SWEEP અંતર્ગત એક વિશાળ રેલીનું આયોજન રન ફોર વોટના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. આ રેલી જાફરાબાદ શહેરના હૃદય સમા વિસ્તાર બંદર ચોકથી લઈને કામનાથ મહાદેવ,સાગરશાળા ગિરિરાજ ચોક અને ટાવર ચોકથી થઈને બંદર ચોક ખાતે પરત આવી હતી. આશરે ૧૨૦૦ જેટલા માણસો આ મતદાર જાગૃતિ અભિયાનનો હિસ્સો બન્યા હતા. આ સમગ્ર જનમેદનીએ, આ કાર્યક્રમમાં ઉપસ્થિતોએ પીટી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ૧.૫ km લાંબી દોડ લગાવી હતી અને લોકોને આગામી વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ માં વધુમાં વધુ પ્રમાણમાં મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા.