જાફરાબાદમાં એક યુવકને ગાળો આપી છરીના ઘા મારવામાં આવ્યા હતા. તેમજ જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે સાગરભાઈ માયાભાઈ બારૈયા (ઉ.વ.૨૮)એ દિનેશભાઈ ઉર્ફે ટીણો નાનાભાઈ ભાલીયા તથા વિશાલભાઈ રમેશભાઈ મકવાણા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીએ તેમની પાસે દારૂની બોટલ માંગી હતી. જેથી તેમણે ‘હું દારૂ વેચતો નથી’ તેમ કહેતા સારું નહોતું લાગ્યું અને જેમ ફાવે તેમ ગાળો આપી છરી વડે ત્રણ ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ સમયે તેમના મિત્ર મનીષભાઈ વચ્ચે પડતાં તેમને પણ પેટના ભાગે છરીનો એક ઘા મારી ઈજા પહોંચાડીને જાનથી મારવાની ધમકી આપી હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. જે.આર. ભાચકન વધુ તપાસ કરી રહ્યા છે.










































