જાફરાબાદના ટાવર ચોક નગરપાલિકામાં શાકમાર્કેટની બાજુમાં રહેતા જૈદ ઈમરાનભાઈ શેખ (ઉ.વ.૧૮)એ આફતાબભાઈ મુનાફભાઈ બેલીમ, અલીમભાઈ નાસીરભાઈ પઠાણ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા સાહેદ તુર્કી મહોલ્લા ખારા વિસ્તારમાં લગ્ન જોવા ગયા હતા. તે વખતે મશ્કરીમાં એક ઝાપટ મારી હતી. જેનું મનદુઃખ રાખી તા.૦૬/૦૫/૨૪ ના રોજ લાઇટ હાઉસ રોડ પાસે આવેલા એન્જલ પ્લાઝા કોમ્પલેક્ષમાં નિશારભાઇની દુકાને હતા ત્યારે ડાબા હાથની ટચલી આંગળીની બાજુની આંગળીમાં છરી મારી હતી. તેમજ શરીરે આડેધડ માર મારી ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.