જાફરાબાદમાં મહાદેવ ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવકાર બ્લડ બેન્ક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયું હતું. જાફરાબાદમાં મહાદેવ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે પણ અહીં નવકાર બ્લડ બેન્ક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું હતું જેમાં ગત વર્ષે ૧૨૧ બોટલ રક્ત એકત્રિત કરાયું હતું ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં મહિલાઓ સહિત રક્તદાતાઓ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરવા માટે આવી પહોચ્યા હતા. આ વર્ષે ૧૩૫ બોટલ બ્લડ એકત્રિત થયું હતું.