જાફરાબાદ ખાતે પારેખ અને મહેતા હાઇસ્કુલ કેમ્પસમાં મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન હાથ ધરાયું છે. ૧૭ સપ્ટેમ્બર થી શરૂ થઈ રહેલા આ ત્રણ દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શનનું ઉદ્ઘાટન રાજુલા- જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે નગરપાલિકા તેમજ તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં કરાશે. આ અંગે કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢનાં અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, જાફરાબાદ ખાતે પોષણ માહ – સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન તેમજ ભારત સરકારનાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનાં ૧૧ વર્ષ અંતર્ગત દેશના નાગરિકોનાં જીવન ધોરણમાં સુખદ બદલાવ લાવતી તેમજ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી સિદ્ધિઓની ઝાંખી કરાવતા ત્રી દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન હાથ ધરાયું છે.