અમરેલી જિલ્લામાં પરપ્રાંતીય લોકો મોટી સંખ્યામાં રહેતા હોય ત્યારે પરપ્રાંતીય જે મકાનમાં ભાડે રહેતા હોય તે મકાન માલિકે ભાડે રહેનાર લોકોની માહિતી આપવા અંગે અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. આમ છતાં જિલ્લામાં મકાન માલિક દ્વારા ભાડે રહેતા શખ્સોની પોલીસ સ્ટેશને માહિતી આપવામાં ન આવતી હોવાથી પોલીસે જાહેરનામાનાં ભંગ બદલ મકાન માલિકની અટકાયત કરી છે. જેમાં જાફરાબાદ ગામે રહેતા આશિષભાઈ પંકજભાઈ લહેરીએ પોતાની માલિકીનું મકાન રામબાબુ છેદાલાલ નિષાદને ભાડે આપી પોલીસને આ બાબતે કોઈ જાણ ન કરતા પોલીસે મકાન માલિક આશિષની અટકાયત કરી હતી.










































