જાફરાબાદમાં આઈસીઆઈસીઆઈ બેંકની પાછળના ભાગમાં આવેલ વાડી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી રસ્તા પર વહી રહ્યા છે. જેના કારણે રાહદારીઓને પરેશાની વેઠવી પડે છે. ત્યારે ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સ્થાનિક લોકોમાં માંગણી ઉઠી હતી. જાફરાબાદમાં પાલિકાની પ્રિ-મોન્સુનની કોઈ કામગીરી કરવામાં ન આવતા શહેરીજનોને હાડમારી વેઠવાનો વારો આવ્યો છે. શહેરમાં આઈસીઆઈસીઆઈ બેંકની પાછળના ભાગમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી રસ્તા પર વહી રહ્યા છે. દુર્ગંધ મારતા પાણીથી નાગરિકો હાડમારી વેઠી રહ્યા છે. વિદ્યાર્થીઓને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. અહીંના સ્થાનિક લોકો પાલિકાને વેરો ભરપાઈ કરે છે. છતાં પણ પાલિકા અહીં સુવિધા દેવામાં નિષ્ફળ નીવડી છે. સ્થાનિક લોકોએ અનેક વખત પાલિકાને ભૂગર્ભ ગટર ઉભરાવાની રજૂઆત કરી હતી. પરંતુ હજુ સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી. ત્યારે જાફરાબાદમાં ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાનો હલ કરવા માટે સ્થાનિક લોકોમાં માંગણી ઉઠી છે.