જાફરાબાદ ખાતે ભાજપ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ સ્થાપના દિન નિમિત્તે ભાજપાના ઝંડા લગાવવામાં આવ્યાં હતાં. જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશભાઇ બારૈયા દ્વારા ધ્વજ ફરકાવી સલામી આપી ભાજપ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સાથે ગૃપ મીટિંગ કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યાં હતાં અને સરકાર દ્વારા ગરીબોને મળતી સહાય અંગે જાગૃત કરવામાં આવ્યાં હતાં. ગરીબોને રોજીરોટી મળે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.